સુવિધા

શ્રી આદીપુર લોહાણા મહાજનવાડી સંકુલ મધ્યે મહાજન શ્રી અને દાતાશ્રી ઓ ના સહયોગ થી જ્ઞાતિજનો માટે પોતાના પ્રસંગોનું સારી રીતે આયોજન કરી શકાય તેના માટે વિવિધ સુવિધાઓનો વિકાસ કરવામાં આવેલ છે.

જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બે મોટા હોલ,રસોડા તેમજ અન્ય બે એક્સ્ટ્રા રૂમની સુવિધા અને બાકી ના આગળ ના ભાગમાં તેમજ વચ્ચેના ભાગમાં ખુલ્લી જગ્યા સહિત છાશ પાણીનું પરબ બનાવવામાં આવેલ છે.

અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર અંદાજીત ૧૦૦૦ થી વિશેષ વ્યક્તિઓનું પ્રસંગ દરમ્યાન આયોજન થઈ શકે છે.

તેમજ સમાજવાડી સંકુલના પ્રથમ માળે તાજેતર માં એક આધુનિક વાતનુકુલીત હોલ બનાવવામાં આવેલ છે, જેમાં જ્ઞાતિજનોને હોટલ જેવી જ સુવિધા મળે તેવા મહાજન શ્રી દ્વારા પ્રયાસ કરવામાં આવે છે.

તેમજ સામેના ભાગે કોઈ નાના પ્રસંગ માટે એક નાનો હોલ,તેમજ વર વહુ માટે એસી સૂટ રૂમ તેમજ નિવાસ માટે અન્ય એ.સી રૂમ તથા સાદા રૂમ ઉપલબ્ધ છે.

અને તાજેતર માં જ આ જગ્યા એ મહાજન ના કારોબારી સભ્યો માટે આધુનિક ઑફિસ પણ બનાવવામાં આવેલ છે.

અહીં પ્રસંગ નું આયોજન ગોઠવતા લોકો માટે જરૂરિયાત મુજબ વાસણ,ખુરશી-ટેબલ,મંડપ-ચોરી,હવન કુંડ તથા રાચ-રચીલી વસ્તુઓ સમાજવાડીમાં વસાવા માં આવેલ છે,જેથી જ્ઞાતિજનો પોતાનો પ્રસંગ ખૂબ જ સારી રીતે ઉજવી શકે છે.

આ વાડી સંકુલ ની એક ખાસિયત છે કે અહીં નાના મોટા ૩ થી ૪ પ્રસંગ એક જ દિવસે ઉજવી શકાય તેવું આયોજન ગોઠવેલ છે.