વેબસાઈટ ઓર્ગેનાઈઝર

"સફળતાનો પ્રથમ પ્રયાસ સમાજ ને અર્પણ....."

ઉમેશ ચંદુલાલ સોમેશ્વર(સોફ્ટ્વેર એન્જીનીયર),
વેબસાઈટ ઓર્ગેનાઈઝર,
શ્રી આદિપુર લોહાણા સમાજ.

                   આદરણીય વડીલો,યુવાન ભાઈ-બહેનો તથા વાહલા જ્ઞાતિબંધુઓ,
                 
               શ્રી આદીપુર લોહાણા સમાજની વેબસાઈટ બનાવવાનું કાર્ય મને સોંપવામાં આવ્યું, જેને મે મારી સમાજ પ્રત્યેની ઋણ અદા કરવાની જવાબદારી સમજી સ્વીકારેલ છે,આ કાર્ય મને સોંપવા બદલ પ્રથમ હું આપણા સમાજ ના પ્રમુખશ્રી બળવંતભાઈ રાજદે નો આભાર વ્યક્ત કરું છું.

           આ વેબસાઈટ માં મે આદિપુર લોહાણા સમાજ ની ત્વારીખ, સમાજવાડી સંકુલ ની સગવડ-સુવિધા,મહાજન,યુવક મંડળ,મહિલા મંડળ ના હોદ્દેદારો-કારોબારી સભ્યો તથા પૂર્વ પ્રમુખશ્રી ની યાદી/ફોટો તેમજ સમાજ માં ઉજવાતા ધાર્મિક પ્રસંગો,સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે માહિતી નો સમાવેશ કરવાનો પ્રયાસ કરેલ છે.

               આજના આ ઈન્ટરનેટ યુગમાં વેબસાઈટ એ એક એવું માધ્યમ છે કે જેનાથી આપણે ઈન્ટરનેટની દુનિયામાં કોઈ પણ માહિતી રજુ કરી શકીએ છીએ, જેથી દેશ-દુનિયા,સમાજનો પ્રત્યેક વ્યક્તિ એકબીજા ના સંપર્ક માં આવી શકે છે.તેથી મે પણ વિચાર્યું કે આપણા સમાજની પણ એક વેબસાઈટ હોય તો કેવું સારું, જેથી આપણા સમાજનો પ્રત્યેક વ્યક્તિ ઘરે બેઠા બેઠા જ આપણા સમાજના આગેવાનો ના સંપર્ક માં આવી શકે, તથા સમાજ માં થતા અવનવા કાર્યક્રમો ની માહિતી-ફોટોગ્રાફ વગેરે મેળવી શકે.

              આ વેબસાઈટ ની વિગતો/ફોટોગ્રાફ સલાહ સુચનો તેમજ મારી કારકિર્દીના સોપાન રૂપ પ્રથમ પ્રયાસને પ્રેરણારૂપ માર્ગદર્શન આપવા બદલ મારા પિતા શ્રી ચંદુલાલ સોમેશ્વર, માતા શ્રીમતી રમીલાબેન સોમેશ્વર, ભાઈ ચિરાગ સોમેશ્વર(યુવક મંડળ-મંત્રી) તેમજ આપણા સમાજના પ્રમુખ શ્રી બળવંતભાઈ રાજદે, મંત્રી શ્રી ધીરેન્દ્રભાઈ તન્ના,યુવક મંડળ ના પ્રમુખ શ્રી અતુલભાઈ મજીઠીયા, મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન તન્ના તેમજ યુવક મંડળ ના પૂર્વ પ્રમુખ શ્રી હર્ષદભાઈ કારીયા નો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું.

              મે આ વેબસાઈટ માં જોબવર્ક, ડેટા એન્ટ્રી તથા માહિતી એકત્રિત કરવામાં પુરતી ચોકસાઈ રાખેલ છે,છતાં પણ કોઈ ક્ષતિ/ભુલ રાહી ગયેલ હોય તો મને સમાજરૂપી કુટુંબ નો એક બાળક સમજી ક્ષમ્ય ગણવા વિનંતી છે.

       જય જલારામ
ઉમેશ ચંદુલાલ સોમેશ્વર